Admission Form

Genral Merit List
Group A Admission List
Group B Admission List

Rules for Admisssion Read Carefully

B.Sc. Sem-1 પ્રવેશ ના નિયમો

1. યુનીવર્સીટીની સુચના અનુસાર પ્રવેશ કાર્યક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે નવા પ્રવેશફોર્મ તા. ૦૭-૦૬-૨૦૧૭ ને બપોરે ૩-૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. નવા ઉમેરાયેલા વિદ્યાથીઓ સાથેની નવી મેરીટ યાદી મુકાશે અને તે મુજબ ક્રમાનુસાર પ્રવેશ આપશે. નવા વિદ્યાર્થીઓનો બીજી પ્રવેશયાદીથી મેરીટ અનુસાર સમાવેશ કરવામાં આવશે.
2. વિદ્યાર્થીએ પ્રવેશ માટે કોલેજની વેબ સાઈટ www.pilvaicollege.orgપરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
3. ઓનલાઈન પ્રવેશ ફોર્મની તમામ વિગતો ચોકસાઈ થી ભરવી. ફોર્મમાં વિષય ગ્રુપની (Subject Group) ની પસંદગીનો ક્રમ ચોકસાઈથી ભરવો. વિષય ગ્રુપની પસંદગીમાં પાછળથી કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહિ.
4. Online ભરેલા પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢી વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ ફી રૂ.૧૦૦/- તથા નીચે મુજબના જરૂરી બિડાણો અને અસલ પ્રમાણપત્રો સાથે ક્રમાનુસાર ગોઠવી કોલેજ કાર્યાલયમાં તા.૦૭/૦૬/૨૦૧૭ ને બપોરે ૩:૦૦ કલાક સુધીમાં વેરીફાઈ કરાવવાના રહેશે. વેરીફાઈ કરેલા પ્રવેશ ફોર્મ જ માન્ય ગણાશે.
1. પાસપોર્ટ સાઈઝ નો ફોટો.
2. ધો.૧૨ નીમાર્કશીટની પ્રમાણિત નકલ.
3. ફસ્ટ ટ્રાયલ સર્ટીફીકેટ.
4. ધોરણ-૧૨ના લિવિંગ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ.
5. જાતિનો દાખલો. (લાગુ પડતું હોય તો).
6. બક્ષીપંચ જ્ઞાતિના હોય તો તાજેતરનું નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ.
7. બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોએ આવકનું પ્રમાણપત્ર.
8. ધો.૧૨ વર્ષ ૨૦૧૭ પહેલા પાસ કરેલ હોય અને પ્રવેશ ફોર્મ ભરવા ઈચ્છતા વિદ્યાર્થીએ સોગંદનામું જોડાવાનું રહેશે.
5. કોલેજ કાર્યાલયનો સમય સોમવારથી શુક્રવાર સવારે ૧૧-૦૦ થી ૫-૦૦ નો રહેશે જયારે શનિવારે સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધીનો રહેશે.
6. પ્રવેશની કામગીરી હવે નીચેના શિડ્યુલ પ્રમાણે થશે.

B..SC.SEM-INEW ADMISSION SCHEDULE FOR
ACADEMIC YEAR – 2017-18

ક્રમ પ્રોગ્રામ તારીખ
1 પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરી કોલેજમાં ડોક્યુમેન્ટ સાથે જમા કરવાની છેલ્લી તારીખ તા. ૦૭/૦૬/૨૦૧૭
2 બીજી પ્રવેશ યાદી કોલેજે પ્રસિધ્ધ કરવાની તારીખ (કોલેજ નોટીસ બોર્ડ તથા કોલેજની વેબસાઈટ પર મુકવામાં આવશે) તા:૦૮/૦૬/૨૦૧૭
3 બીજી પ્રવેશ યાદી ની ફી ભરી પ્રવેશ મેળવી લેવાની છેલ્લી તારીખ. તા:૦૮/૦૬/૨૦૧૭ થી તા:૦૯/૦૬/૨૦૧૭ સુધી
4 જો ત્યારબાદ જગ્યા ખાલી રહેશે તો ત્રીજી પ્રવેશ યાદી અંગેની સુચના પછીથી કોલેજ નોટીસ બોર્ડ તથા કોલેજ વેબસાઈટ પર મુકવામાં આવશે --

B.A./B.Com.Sem- 1 પ્રવેશ ના નિયમો

1. વિદ્યાર્થીએ પ્રવેશ માટે કોલેજની વેબ સાઈટwww.pilvaicollege.orgપરથી ઓનલાઈનપ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
2. ઓનલાઈન પ્રવેશ ફોર્મની તમામ વિગતો ચોકસાઈ થી ભરવી. ફોર્મમાં વિષય ગ્રુપની (Subject Group)નીપસંદગીચોકસાઈથી કરવી. વિષય ગ્રુપની પસંદગીમાં પાછળથી કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહિ. જો વિદ્યાર્થીને ફોર્મ સબમિટ કર્યા પછી જો કોઈ વિગતEditકરવી હોય તો તે User IDતરીકે તેનો Mobile No.અને Pass Wordતરીકે જન્મ તારીખ કરી ફોર્મ ખોલી કરી શકશે.વિદ્યાર્થીએ સુધારેલું પ્રિન્ટ કરેલું પ્રવેશ ફોર્મ કાર્યાલયમાં લાવવું.
3. ઓનલાઈન ભરેલા પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢી વિદ્યાર્થીએ જરૂરી ફી તથા નીચે મુજબના જરૂરી બિડાણો અનેઅસલ પ્રમાણપત્રો સાથે ક્રમાનુસાર ગોઠવી કોલેજ કાર્યાલયમાં સંપર્ક કરવાનો રહેશે.ફી ભરેલ વિધ્યાર્થીનોજ પ્રવેશ માન્ય ગણાશે.
1. પાસપોર્ટ સાઈઝ નો ફોટો.
2. ધો.૧૨નીમાર્કશીટની પ્રમાણિત નકલ.
3. ફસ્ટ ટ્રાયલ સર્ટીફીકેટ.
4. ધોરણ-૧૨ના લિવિંગ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ.
5. જાતિનો દાખલો. (લાગુ પડતું હોય તો)
6. બક્ષીપંચજ્ઞાતિના હોય તો તાજેતરનું નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ
7. બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોએ આવકનું પ્રમાણપત્ર
8. ધો.૧૨ વર્ષ ૨૦૧૭ પહેલા પાસ કરેલ હોય અને પ્રવેશ ફોર્મ ભરવા ઈચ્છતા વિદ્યાર્થીએ સોગંદનામું જોડાવાનું રહેશે.
4. કોલેજ કાર્યાલયનો સમય તા.૩/૬/૨૦૧૭ સુધી સવારે ૮:૦૦ થી બપોરે૧:૦૦ કલાક સુધીનો રહેશે.
તા.૫/૬/૨૦૧૭ બાદ સોમવારથી શુક્રવાર સવારે ૧૧-૦૦ થી ૫-૦૦ નો રહેશે જયારે શનિવારે સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધીનો રહેશે.



B.A./B.Sc./B.Com.Sem- 3/5 તથા M.A/M.SC./M.COM SEM-1/3 ના પ્રવેશ ના નિયમો

1. વિદ્યાર્થીએ પ્રવેશ માટે કોલેજની વેબ સાઈટwww.pilvaicollege.orgપરથી ઓનલાઈનપ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
2. વિદ્યાર્થીએ વર્ગ પસંદ કરી user IDતરીકે તેનો અગાઉના વર્ષનો Roll Noઅને Pass Wordતરીકે જન્મ તારીખ નાખતા તેની અગાઉની વિગતો સાથેનું પ્રવેશ ફોર્મ ખુલશે જેની ચકાસણી કરી ફેરફાર હોય તેવી વિગતો ચોકસાઈથી ભરવી. વિષય ગ્રુપની પસંદગી અગાઉના વર્ષના આધારે આપોઆપ જ આવશે. જેમાં વિદ્યાર્થી સંસ્થાની મંજુરી સિવાય કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકશેનહિ.
3. ઓનલાઈનભરેલા પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢી વિદ્યાર્થીએ જરૂરી ફી તથા નીચે મુજબના જરૂરી બિડાણો અને અસલ પ્રમાણપત્રો સાથે ક્રમાનુસાર ગોઠવી કોલેજ કાર્યાલયમાં સંપર્ક કરવાનો રહેશે.ફી ભરેલ વિદ્યાર્થીનો જ પ્રવેશ માન્ય ગણાશે.
1. પાસપોર્ટ સાઈઝ નો ફોટો.
2. અગાઉના તમામ સેમેસ્ટરનીમાર્કશીટની પ્રમાણિત નકલ.
3. જાતિનો દાખલો. (લાગુ પડતું હોય તો)
4.બક્ષીપંચજ્ઞાતિના હોય તો તાજેતરનું નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ
5. બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોએ આવકનું પ્રમાણપત્ર
4. કોલેજ કાર્યાલયનો સમય તા.૩/૬/૨૦૧૭ સુધી સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધીનો રહેશે.
તા.૫/૬/૨૦૧૭ બાદ સોમવારથી શુક્રવાર સવારે ૧૧-૦૦ થી ૫-૦૦ નો રહેશે જયારે શનિવારે સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધીનો રહેશે.